JAI SWAMINARAYAN
પ્રમુખ ચરીતમ
--------------------
શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે :
‘પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ,
ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ...’
--------------
ભાવાર્થ----- જે રાગ-દ્વેષ, મારું-તારું, માન-અપમાનથી અલિપ્ત છે, ગમે તેવા કઠિન અને વિપરીત સંજોગોમાં સદાય પરમાત્મામાં સ્થિર રહે છે, અનેકવિધ આધિ-વ્યાધિ-ઉપાધિઓ વચ્ચે પણ નિરંતર દિવ્ય નિજાનંદમાં રહે એ ‘ગુણાતીત સંત’.............
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અવગાહન કરીએ છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દો અને ભગવદ્ ગીતાએ ગાયેલાં એ ગુણાતીત-લક્ષણો હ્રદયમાં ગૂંજ્યાં કરે છે...........
એવી સર્વોત્તમ આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આવા ગુણાતીત સંત માટે કહે છે :
‘એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ (વચ. સા.પ્ર. ૧૦)
‘એવા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતાં થકા મનમાં બીએ છીએ અને તેનાં દર્શનને ઇચ્છીએ છીએ...’ (વચ. ગ.પ્ર. ૩૭)
‘એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા... અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય તેણે એવા સંતની સેવા કરવી.’ (વચ. ગ.અં. ૨૬)
---------------------------
બીજાની સંભાળ જે સમજે એમને કદી પોતાના દેહનો વિચાર આવતો નથી. સ્વામીશ્રી માટેનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે, તે તો એથી યે અધિક છે કે એમના પ્રેમનું વર્ણન કરવું જ અશક્ય છે. તે પ્રેમ વર્ણનથી નહીં, અનુભવથી સમજાય...
૧૯૮૩માં સ્વામીશ્રીને હ્રદયરોગનો ગંભીર હુમલો થયો ત્યારે અમે બધા ચાલુ વિચરણે - સુંદલપુરા સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાનેથી સંતોને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા : ‘મહંત સ્વામી આવ્યા છે, તેમને માટે મગ કરી આપજો...’
પૂજ્ય ડૉક્ટર સ્વામીની, બીજા ડૉક્ટરોની પણ સરભરાની વાત તેઓ કર્યે જતા હતા. ગમે તેવો શૂરવીર હોય પણ આવા સમયે પોતા સિવાય કોઈનોય વિચાર ન આવે. ગુણાતીત પુરુષ વિના આવું અશક્ય છે. ........
બામણગામના વિચરણની વાત છે. વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણના ઢોળાવોવાળું છે. પધરામણીઓમાં ઢોળાવો ચઢવા-ઊતરવામાં કસ નીકળી જતો. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય તેવું મને લાગ્યું. એટલે મને તેમને માટે દયા આવી, આટલો ભીડો આ ઉંમરે શા માટે ? હવે એમણે આરામ કરવો જોઈએ...
ત્યાં તો તરત સ્વામીશ્રીએ મારી સામું જોયું ને જરા હસ્યા. મને થયું, આ કાંઈ હસવાની વાત છે? આપના દેહના ચૂરેચૂરા થઈ રહ્યા છે, અને આપ હસો છો? મને થયું કે હમણાં સ્વામીશ્રી આ ચઢવામાં કઠિન ટેકરાઓની વાત કરશે પરંતુ એવામાં સ્વામીશ્રી કહે, ‘અહીં બધે યોગીબાપાએ પધરામણી કરેલી છે!!’
અરે! પોતાનું લેશ પણ અનુસંધાન નહીં! ગુરુ સામે જ એમની નજર છે. એમને રાજી કરી લેવાનો જ એમનો વિચાર છે. પોતાના-દેહની કોઈ દયા જ નથી ! નોકરની જેમ કસ કાઢે છે. આવી રીતે દેહથી પર થઈને આખા સત્સંગ સમુદાયમાં દરેકની સેવા કરી છૂટ્યા છે, એ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે.
---------------------
પરમ પૂજ્ય મહંત સ્વામી ( સાધુ કેશવજીવન દાસ)

No comments:
Post a Comment