Saturday, 16 April 2016

Jai Swaminarayan

                            JAI SWAMINARAYAN


વાત્સલ્યનો જાદુ
એક માથાભારે યુવાન. પિતાનો બિઝનેસ ધીકતો હતો. કરોડો રૂપિયાની કમાણી હતી, પરંતુ આ બધાં જ અપલક્ષણે પૂરો હતો. સત્સંગનો યોગ ન હતો. એમાં એનો નાનો ભાઈ ડિગ્રી લઈને પાછો ઘરે આવ્યો, ત્યારે પિતાએ એની ડિગ્રીને અનુરૂપ ધંધો શોધીને મોટી રકમનું રોકાણ કર્યું. જો કે નાનો ભાઈ પણ આડી લતે ચડી જતાં ધંધામાં ધ્યાન આપી ન શક્યો અને મોટી ખોટ કરી. આ દરમ્યાન સત્સંગ થતાં મોટા ભાઈનું જીવન પલટાઈ ગયું. મોટા ભાઈ તરીકે એણે નાના ભાઈને સુધારવાનો પ્રયત્ïન કર્યો. પરંતુ એને લીધે ઘરમાં પિતા સાથે ઝઘડો થયો અને પહેરેલે કપડે મોટા પુત્રને ઘર બહાર કાઢી મૂક્યો. ચોખ્ખો અન્યાય હતો. આથી તેને મનમાં માતા-પિતા પ્રત્યે સતત દ્વેષ અને નફરત રહેતી હતી. ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં ધિક્કારની લાગણી સતત પજવતી હતી. મોંમાં કોળિયો પણ જઈ શકતો ન હતો. નિરંતર માતા-પિતાને ધિક્કારના જ વિચારો મનમાં આવતા હતા.
પરંતુ સ્વામીશ્રી પાસે આવતાં જ એ યુવાન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. સ્વામીશ્રીએ એક શબ્દ પણ કહ્યો નહીં. સાંભળી લીધું અને વાત્સલ્યપૂર્વક માથે હાથ ફેરવ્યો. આ દિવ્ય વાત્સલ્યથી જાણે કે ચમત્કાર થઈ ગયો! એ યુવાનને મનમાં ઉદ્‌ભવતા દ્વેષ અને ધિક્કારનાં ઘોડાપુર જાણે શમી ગયાં અને એકદમ શાંતિનો અનુભવ થઈ ગયો. સ્વામીશ્રીના અમીસ્પર્શનો આ પ્રતાપ હતો.
મહાપુરુષના મૌનમાં કે એમનાં સ્પર્શમાં પણ કેવી દિવ્યતા ભરી હોય છે !

No comments:

Post a Comment