Jai Swaminarayan
શુકમુનિએ સુરતમાં વાત કરેલી જે, “ગુણાતીતાનંદ સ્વામી વાતું કરે છે તેથી મહારાજની વાત જેટલો સમાસ થાય છે.”
ભોગાવાને કાંઠે ઢૂંઢિયો તાપમાં તપ કરતો હોય તે નર્કમાં જાય ને આશરાવાળાને છોકરાં હોય તો પણ તેનો કુટુંબે સહિત મોક્ષ થાય એ વાત સર્વેને સમજ્યામાં ન આવે..............
ઝાઝા શબ્દ ( બધાનીવાત) સાંભળે તો અંગ તૂટી જાય ને બુદ્ધિમાં ભ્રમ થાય, માટે બહુ શબ્દ સાંભળવા નહિ................
નામી( ભગવાન) વિના કામ સરતું નથી. નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે...........
ચોકી બેઠી હોય ત્યાં કોઈ આવી શકે નહિ. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે, મોટા સાધુ સંગાથે માહાત્મ્ય જાણીને જીવ જોડ્યો હોય તો તેનાથી તેની મરજી ઉપરાંત છેટે જાય પણ વિષય ભોગવાય નહિ ને વિષય એને લોપી શકે નહિ......
----------------------------
અક્ષર વાતો-૫/૧૪-૧૮
----------------------------
અક્ષર વાતો-૫/૧૪-૧૮
ભગવાન ની વાત તો બધા કરે પણ સ્વયમ ગુણાતીત.....ભગવાન ના અખંડ ધારક સંત વાત કરતા હોય ..તેવું તો કોઈ ન કરી શકે...! જુઓ ગુણાતીતાનંદ સ્વામી થી લઈને આજે પ્રમુખ સ્વામી મહારાજ ની વાતો......ભલભલા ના અંતર ભેદાઈ જાય.....વિષયો તો અડતા વેત જ ઉડી જાય....તમામ-શંકા..સંકલ્પો..પ્રશ્નો નું સમાધાન સહજે થઇ જાય.. ! એટલા માટે તો જીવ ભલે ને સંસારી હોય પણ આવા પુરુષ ના નિત્ય સંસર્ગ માં આવે એટલે કુટુંબે સહીત મોક્ષ પામે એવો બળિયો થાય...! પણ સત્પુરુષ નો દ્રઢ આશરો જોઈએ.....એમનામાં દ્રઢ નિષ્ઠા જોઈએ.....હાલકડોલક મન ન ચાલે.....!
તો સમજવાનું આટલું જ છે......સત્પુરુષ ની આજ્ઞા માં રહી....એમને રાજી કરી ફળ કહેતા કે શ્રીજી સુધી પહોંચવાનું છે......જીવને બ્રહ્મરૂપ કરવાનો છે....પુરુષોત્તમ ને મેળવવા ના છે........એ જ ધ્યેય..!
..........સર્વને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ...
No comments:
Post a Comment