Saturday, 16 April 2016

Jai Swaminarayan

                              JAI SWAMINARAYAN


સંયમ હશે તો તાકાત આવશે
સ્વામીશ્રીના ભોજન દરમ્યાન રોજના ક્રમ પ્રમાણે સંસ્થાના મહેસાણા ખાતેના છાત્રાલયના છાત્રોનો પરિચય અપાઈ રહ્યો હતો. ફાર્મસીમાં ભણતાં એક યુવકનો પરિચય આપતાં વિદ્યારત્ન સ્વામીએ કહ્યું, 'પોતાના ગામની અંદર જ્યારે એ ભણતો ત્યારે એક વખત તો શિક્ષકને પણ મારીને ભાગી ગયેલો.' આ સાંભળીને આશ્ચર્યમિશ્રિત ભાવે સ્વામીશ્રી કહે, 'શિક્ષકને મારીને ભાગી ગયો તો ?!' પેલા યુવકે શરમાતાં શરમાતાં હા પાડી. સ્વામીશ્રીએ કહ્યું, 'આપણે ક્યારેય આવું ન કરવું જોઈએ. જેની પાસે કાંઈ શીખ્યા હોઈએ કે ભણ્યા હોઈએ એને મારવાની વાત હોય જ નહીં. એમનો આદર જ હોય.'
છાત્રોની વાત કરતાં સંતોએ કહ્યું, ''આજે સભામાં આ વિદ્યાર્થીઓએ નાટક સારું ભજવ્યું.''
'આને નાટક કહેવાય ?' સ્વામીશ્રીએ પ્રશ્ન કર્યો.
પછી કહે, 'જે બહાર થાય એ નાટક કહેવાય. ભગવાન સાથેનો સંબંધ તો એ સંવાદ.'
સ્વામીશ્રીની આ અદ્‌ભુત વ્યાખ્યા હતી. 'શ્રીજીમહારાજે જેમ કહ્યું કે બીજા બધા લોકમાં ભેળા થાય, એને મેળા કહેવાય, પણ હરિભક્તો ભેળા થાય એ સમૈયા કહેવાય. એમ અહીં પણ એવું જ છે. આપણે નાટક નથી કરતા. બહાર જે લોકો કરે છે, હરે ફરે છે એને નાટક કહેવાય.'
આટલું કહ્યા પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન કરતાં કહે, 'ગરબામાં પણ નથી જતા ને?'
'ના, નથી જતા.'
સ્વામીશ્રી કહે, 'એ નિયમ પાકો રાખશો તો ફળ તમને જ મળવાનું છે. નિયમ-ધર્મ અને સંયમ જેટલો રાખશો, એટલી તાકાત વધશે.'

No comments:

Post a Comment