Saturday, 16 April 2016

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN


શ્રી પંચાળા પ્રકરણ
માનીપણું અને નિર્માનીપણું ક્યાં સારું?
સંવત 1877 ના ફાગણ વદિ 8 અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી।
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, "કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે સારું નથી? ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી? "પછી શ્રીજીમહારાજ બોલ્યા જે," જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે। અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે। "
.. વચનામૃત પંચાળા 5 .. 131 ..

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


પ્રમુખ ચરીતમ
-----------------------------
આજે પણ એક અમીટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે................ ૧૯૫૯માં યોગીજી મહારાજની સાથે મારે સેવામાં આફ્રિકા જવાનું થયું હતું. તે વખતે હું સંતોની રસોઈ કરતો. તેમાં સંતમંડળ આખું મોળી રસોઈની રુચિવાળું હતું. યોગીજી મહારાજને મોળું ને ફીક્કું જમવાનું જોઈએ. તેલ-મસાલાનો તમતમાટ તેમને ફાવતો નહીં. સંતસ્વામી ને બાલમુકુંદ સ્વામી પણ મોળું જ જમતા. રહ્યા એક પ્રમુખસ્વામી મહારાજ. તેઓ તીખું જમી શકતા ને તીખું હોય તો તેમને રુચે. પણ ૯ મહિના સુધી જે સર્વ સામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો. કારણ, હું પણ શીખાઉ હતો. પરંતુ ક્યારેય પ્રમુખસ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી નથી. રસોઈમાં ભૂલ થવાનો સંભવ હતો પણ એમણે ક્યારેય સૂચન કર્યું નથી કે 'આમ હતું કે તેમ હતું.' અથવા 'આમ કરવું કે તેમ કરવું.' તેમજ કોઈ વસ્તુ બનાવવાનું નાનું અમથું સૂચન પણ નહિ. પત્તરમાં જે પીરસીએ તે તેઓ નતમસ્તકે મહારાજને સંભારીને જમી જતા. ત્યારે પ્રથમ પરિચય થયો કે આ વિભૂતિ સ્વાદથી પર છે..................
----------------------------
પુ. ઈશ્વરચરણ સ્વામી

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


મન, ઇન્દ્રિયુંને વગર પ્રયોજને( કારણે) ચાળા ચૂંથવાનો ( બિનજરૂરી ક્રિયાઓ.....નાટક) ) સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું......................( પોતાને દેહ નહિ ..આત્મારૂપ માનવું)
સ્પર્શમાં ને જિહ્‌વામાં( જીભમાં) તો જીવ ચોંટેલા જ છે, માટે તેને જાણવું કે કોઈ નહિ ચોંટતા( જેને વિષયો-સ્વાદમાં રસ ) હોય તેને પૂર્વેનો સંસ્કાર છે ને .............આ માર્ગ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવો છે...................
-----------------------------
અક્ષર વચનો- ૫/૫૧-૫૨
જે જીવ મન ને કાબુમાં રાખી શકે છે.....તે ઇન્દ્રિયો ને કાબુ માં રાખી શકે છે.......પોતે દેહ નથી પણ આત્મા છે....એવું સાંખ્ય સિદ્ધ કરી શકે છે.....અને વળી આવું કરવું એ અતિ અઘરું છે...નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવું અઘરું છે.......સ્વામી કહે છે એમ....
--- જો જીવ આવું કરી શકે તો- કા તો એના પૂર્વ ના સંસ્કાર હોય તો થાય...
--- કાં તો મોટા પુરુષ ની આજ્ઞા માં રહે તો થાય......
માટે- આપણા માટે હવે શક્ય અને સહજ માર્ગ.....કલ્યાણ નો માર્ગ એક જ.....સત્પુરુષને ઓળખવા....સમજવા અને જીવમાં દ્રઢ કરી એમને રાજી કરી લેવા......!
સત્પુરુષ જ પ્રગટ પ્રમાણ અવિનાશી......શ્રીજી ની પ્રાપ્તિ કરાવશે......અને આ જન્મોજન્મના ચક્કર છૂટશે.....
જય સ્વામિનારાયણ..........સર્વે ને સુપ્રભાતમ......

Jai Swaminarayan

                             JAI SWAMINARAYAN


વણથલીના કલ્યાણભાઇને સંકલ્પઃ “ મહારાજ અહીં ચમત્કાર બતાવે તો ઘણા સત્સંગી થાય ” .એકવાર મહારાજ વણથલી પધાર્યા અને તેમને ત્યાં ઘરે સભા ભરી. ત્યાં ગામના આગેવાનો પણ આવેલા અને ખૂબ કથા વાર્તા કરી, મહારાજે કહ્યું “ સહુએ ભગવાન ભજવા ” . કણબી એ કહ્યું કે દાણા કોણ આપે ? નહીતર આખો દિવસ ભક્તિ કરીએ. મહારાજે કહ્યું કલ્યાણજી ! પેલી કોઠીનું સાણું ઉઘાડો .કલ્યાણજી કહે મહારાજ કોઠીમાં કાંઇ નથી, જીવ જંતુ ના જાય એટલે સાણું બંધ છે , પણ શ્રીહરિએ પરાણે ઉઘડાવ્યું, ત્યાતો બાજરાનો ઢગલો થયો . શ્રીહરિએ કહ્યું બાજરો અમે આપશું તમારે જોઇએ તેટલો લઇ જાવ. આગેવાનો એ કહ્યું સ્વામિનારાયણ, તમારા નિયમ, ભક્તિ અમારાથી ન થાય ત્યારે શ્રીહરિ એ કહ્યું “ કલ્યાણજી ! આ બાજરો નહિ ખુટે, હવે સંતોનુ સદાવ્રત તમારે ત્યાં; કલ્યાણજી ! ચમત્કારથી કોઇ સત્સંગી થતું નથી ”. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૧/૧૭૫ )
⊍ જય સ્વામિનારાયણ ⊍

Jai Swaminarayan

                               JAI SWAMINARAYAN


પ્રમુખ ચરિતમ
-----------------------
સ્વામીશ્રીની સન્નિધિમાં ભક્તોને આનંદ મળે તે માટે કાર્યકરોએ કલકત્તાથી ૨૫ કિ.મી. દૂર જોયલેન્ડમાં પર્યટનનું આયોજન કર્યું હતું. ઉતારા માટે મકાનની ઓસરીમાં સ્વામીશ્રીનું આસન ગોઠવ્યું ને સામે ખુલ્લામાં હરિભક્તો બેઠા હતા. સંતો કીર્તનો ગાતા હતા. શરૂઆતમાં તો ઠંડક હતી પણ જેમ જેમ સૂર્ય ચડતો ગયો તેમ તેમ તડકો આવવા લાગ્યો. સ્વામીશ્રી છાયામાં બિરાજ્યા હતા પણ ભક્તો ઉપરનો તડકો તેમને આકરો લાગતો હતો. કૃષ્ણપ્રિય સ્વામીએ એ સમયે કીર્તન ગાયું 'સૌને શીતલ છાંયલડી યોગીબાપા દેતા...' તે સાંભળી સ્વામીશ્રી મરક મરક હસતા હતા. એક કાર્યકરને બોલાવીને કહ્યું : 'જ્યાં છાંયો હોય ત્યાં સભાની વ્યવસ્થા કરો.' એટલે સભાનું સ્થળાંતર કર્યું. સ્વામીશ્રીએ આશીર્વાદમાં હળવી રમૂજ કરતાં કહ્યું કે 'ઘરમાં આગ લાગી તો જંગલમાં ગયો તો ત્યાં પણ આગ લાગી. તેમ તમે આનંદ માણવા ઘેરથી પિકનિક માટે આવ્યા તો અહીં પણ તડકો આવ્યો! કલકત્તામાં ગમે ત્યારે ઇલેકટ્રીક કરંટ બંધ થઈ જાય ને મુશ્કેલી થાય તેમ જીવનમાં અગવડ સગવડ થયા કરે પણ આપણે આનંદમાં રહેવું.' આ ગમ્મત નહોતી એમના જીવનનો અર્ક હતો. અનેક વખત એ જોયું-અનુભવ્યું છે.......
મહારાષ્ટ્રમાં વિચરણ દરમ્યાન સ્વામીશ્રી ચંદ્રપુરથી નાગપુર જઈ રહ્યા હતા. સ્વામીશ્રી કૉન્ટેસા મોટરમાં બિરાજ્યા હતા. થોડી જ ક્ષણોમાં સ્વામીશ્રીએ ડ્રાઈવર સાથે આત્મીયતા સાધી લીધી. સ્વામીશ્રી જેવા મહાપુરુષ સાથે વાર્તાલાપ કરતાં ડ્રાઈવર ખૂબ ઉત્સાહમાં આવી ગયો. તેને જે કાંઈ શાસ્ત્રોનું જ્ઞાન હતું તેની કથા તેણે કરવા માંડી. સ્વામીશ્રી સાંભળવા લાગ્યા. ડ્રાઇવરે રામાયણની ચોપાઈ, મહાભારતના પ્રસંગો કહ્યા. સ્વામીશ્રી તેના ઉત્તમ શ્રોતા બન્યા! એક ડ્રાઈવરની કથા સાંભળતાં સ્વામીશ્રી ડોલતા હતા! કેટલી નમ્રતા હોય ત્યારે જ આ શક્ય બને. પછી સ્વામીશ્રીએ તેને વ્યાવહારિક બાબતો અંગે પૂછ્યું
ત્યારે તેણે પોતાની આંતરવ્યથા ઠાલવી ને હળવાશ અનુભવી. તેમની દીકરીના ઑપરેશનમાં મદદરૂપ
થવા જણાવ્યું. આવા અજાણ્યા અને નાનામાં નાના માણસની પણ સંભાળ સ્વામીશ્રીની સમદર્શિતાની જ દ્યોતક છે.............
ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી, અભૂતપૂર્વ રીતે ઊજવાયા, બીજાં અનેકવિધ સામાજિક કાર્યો કર્યાં છતાં સ્વામીશ્રી અકર્તા! જાણે કાંઈ કરતા જ નથી એ રીતે વર્તે છે જે મહાન સિદ્ધિ છે..........
લંડનમાં ઉજવાયેલ C.F.I. પ્રસંગે સ્વામીશ્રીની તુલાવિધિનો ભવ્ય કાર્યક્રમ થયો, તેમાં તેઓના ગુણો અને અનંત કાર્યોની ગરિમા સૌએ ભક્તિ ભાવથી ગાઈ, પણ તેમને જ્યારે આશીર્વાદ આપવાનો વારો આવ્યો ત્યારે તેમણે ભાર આપીને જણાવ્યું કે 'મારાથી કંઈ જ બને તેમ નથી. જે કાંઈ કાર્ય થાય છે તે ભગવાન સ્વામિનારાયણની કૃપા અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના આશીર્વાદથી જ થાય છે.' આમ દેશ, પરદેશમાં સત્સંગ વિકાસ માટે પોતાના દેહને ઘસી નાંખતા હોવા છતાં પોતે કાંઈ જ કરતા નથી એમ જણાવે છે. કર્તાપણાના ભાવથી આવી રીતે તદ્દન મુક્ત રહેવું એ તો ગુણાતીત મહાપુરુષનું જ કામ..............!
-----------------------------
પુ. ભક્તિપ્રિયસ્વામી ( કોઠારી સ્વામી)

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN

જાગૃતિનાપ્રહરી
અલ્પાહાર વખતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સામયિક 'સ્વામિનાનારાયણપ્રકાશ'નું વાંચન થતું હતું. એમાં ઇન્ટરનેટ વિશે લખાયેલા લેખનું મથાળું વંચાયું. 'ઇન્ટરનેટની ભયંકરતા' સાંભળી સ્વામીશ્રી ઝીણી આંખ કરી કટાક્ષ કરતાં કહે, 'એમ ? ભયંકરતા હતી તો ઇન્ટરનેટ શું કરવા શોધ્યું? લોકો ભયંકરતા સમજે છે છતાં બનાવે છે! ટી.વી. બનાવતાં વિચાર ન કર્યો. આ ટી.વી. કરતાં હજારગણું ભયંકર છે. વ્યસનમાત્ર ખરાબ છે, પરંતુ પહેલેથી વિચાર કરતા નથી ને પછી...'
'...પછીપ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.' એક સાધુએ વાક્ય પૂરું કર્યું.
સ્વામીશ્રી આક્રોશ ઠાલવતાં કહે,પ્રતિબંધ મૂક્યે શું થાય? પહેલેથી જ બંધ કરવું જોઈએ ને !' (તા. ૯-૬-૯૯, મુંબઈ)

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


શ્રી ગઢડા મધ્ય પ્રકરણ
બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું
સંવત 1880 ના પોષ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી અયોધ્યાવાસીને ઘેર ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા।
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ।" એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, "જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેનેભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય? એ પ્રશ્ન છે। "
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, "જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય।"
ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, "સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે?"
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, "એ પ્રીતિ તો આત્માને સજાતિ છે।"
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે। માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે। "

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


શ્રી ગઢડા મધ્ય પ્રકરણ
બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું
સંવત 1880 ના પોષ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી અયોધ્યાવાસીને ઘેર ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા।
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ।" એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, "જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેનેભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય? એ પ્રશ્ન છે। "
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, "જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય।"
ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, "સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે?"
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, "એ પ્રીતિ તો આત્માને સજાતિ છે।"
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે। માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે। "

Jai Swaminarayan

                                  JAI SWAMINARAYAN


પ્રમુખ ચરીતમ
--------------------
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા કહે છે :
‘પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ,
ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ...’
--------------
ભાવાર્થ----- જે રાગ-દ્વેષ, મારું-તારું, માન-અપમાનથી અલિપ્ત છે, ગમે તેવા કઠિન અને વિપરીત સંજોગોમાં સદાય પરમાત્મામાં સ્થિર રહે છે, અનેકવિધ આધિ-વ્યાધિ-ઉપાધિઓ વચ્ચે પણ નિરંતર દિવ્ય નિજાનંદમાં રહે એ ‘ગુણાતીત સંત’.............
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અવગાહન કરીએ છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દો અને ભગવદ્‌ ગીતાએ ગાયેલાં એ ગુણાતીત-લક્ષણો હ્રદયમાં ગૂંજ્યાં કરે છે...........
એવી સર્વોત્તમ આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આવા ગુણાતીત સંત માટે કહે છે :
‘એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ (વચ. સા.પ્ર. ૧૦)
‘એવા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતાં થકા મનમાં બીએ છીએ અને તેનાં દર્શનને ઇચ્છીએ છીએ...’ (વચ. ગ.પ્ર. ૩૭)
‘એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા... અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય તેણે એવા સંતની સેવા કરવી.’ (વચ. ગ.અં. ૨૬)
---------------------------
બીજાની સંભાળ જે સમજે એમને કદી પોતાના દેહનો વિચાર આવતો નથી. સ્વામીશ્રી માટેનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે, તે તો એથી યે અધિક છે કે એમના પ્રેમનું વર્ણન કરવું જ અશક્ય છે. તે પ્રેમ વર્ણનથી નહીં, અનુભવથી સમજાય...
૧૯૮૩માં સ્વામીશ્રીને હ્રદયરોગનો ગંભીર હુમલો થયો ત્યારે અમે બધા ચાલુ વિચરણે - સુંદલપુરા સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાનેથી સંતોને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા : ‘મહંત સ્વામી આવ્યા છે, તેમને માટે મગ કરી આપજો...’
પૂજ્ય ડૉક્ટર સ્વામીની, બીજા ડૉક્ટરોની પણ સરભરાની વાત તેઓ કર્યે જતા હતા. ગમે તેવો શૂરવીર હોય પણ આવા સમયે પોતા સિવાય કોઈનોય વિચાર ન આવે. ગુણાતીત પુરુષ વિના આવું અશક્ય છે. ........
બામણગામના વિચરણની વાત છે. વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણના ઢોળાવોવાળું છે. પધરામણીઓમાં ઢોળાવો ચઢવા-ઊતરવામાં કસ નીકળી જતો. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય તેવું મને લાગ્યું. એટલે મને તેમને માટે દયા આવી, આટલો ભીડો આ ઉંમરે શા માટે ? હવે એમણે આરામ કરવો જોઈએ...
ત્યાં તો તરત સ્વામીશ્રીએ મારી સામું જોયું ને જરા હસ્યા. મને થયું, આ કાંઈ હસવાની વાત છે? આપના દેહના ચૂરેચૂરા થઈ રહ્યા છે, અને આપ હસો છો? મને થયું કે હમણાં સ્વામીશ્રી આ ચઢવામાં કઠિન ટેકરાઓની વાત કરશે પરંતુ એવામાં સ્વામીશ્રી કહે, ‘અહીં બધે યોગીબાપાએ પધરામણી કરેલી છે!!’
અરે! પોતાનું લેશ પણ અનુસંધાન નહીં! ગુરુ સામે જ એમની નજર છે. એમને રાજી કરી લેવાનો જ એમનો વિચાર છે. પોતાના-દેહની કોઈ દયા જ નથી ! નોકરની જેમ કસ કાઢે છે. આવી રીતે દેહથી પર થઈને આખા સત્સંગ સમુદાયમાં દરેકની સેવા કરી છૂટ્યા છે, એ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે.
---------------------
પરમ પૂજ્ય મહંત સ્વામી ( સાધુ કેશવજીવન દાસ)

Jai Swaminarayan

                                 JAI SWAMINARAYAN

દિગ્દર્શન
સ્વામીશ્રી સવારે યોગીજી મહારાજની રૂમમાં દર્શને પધાર્યા. એક સંત યોગીજી મહારાજનીપ્રસાદીભૂત વાત બોલતાં કહે, 'યોગીજી મહારાજે કહ્યું કે અમે ૫૦ વર્ષથી સત્સંગમાં છીએ. તે મોટા સદ્‌ગુરુ થકી એક જ વાત શીખ્યા છીએ કે ખટપટમાં ન પડવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ ન લેવો.'
સ્વામીશ્રી યોગીજી મહારાજની મૂર્તિનીપ્રદક્ષિણા ફરતા કહે, 'ખટ ને પટ.' પછી કહે, 'કાંટાનોય અવગુણ ન લેવો. કાંટો વાગે તો લેવો પડે ને !' થોડી ક્ષણો બાદ કહે, 'કાંટો એટલે કોઈ બોલ્યું-ચાલ્યું હોય તે. તે કાંટો ધીરે રહીને કાઢી લેવો. હું આત્મા છુ _, અક્ષર છુ _. એમ માને તો કાંટો ન વાગે. તું આવો, તું તેવો... એમ થોડું કહેવાય છે ? કાંટો (શબ્દનો, અપમાનનો) વાગે તો કોઈને કહેતા ન ફરવું. ધીરે રહીને કાઢી નાખવો. કોઈને ખબર ન પડે.'
સ્વામીશ્રીના થોડા શબ્દો એટલે જીવન-ઉજાસનું દિગ્દર્શન. (તા. ૨૫-૧૨-૯૮, સારંગપુર)

Jai Swaminarayan

                                    JAI SWAMINARAYAN

“ જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય જે ચોવીસ તત્ત્વ તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિપુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદ્‍ઘન) જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વ જનને નયનગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે તે જીવની બુદ્ધિમાંથી માયિકભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રલય એ સર્વે કાળને વિષે એકરૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી; સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે, પિંડ-બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમસર્વે આકારને વિષે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”
॥ વચનામૃત કારિયાણી ૭ ॥

Jai Swaminarayan

                             JAI SWAMINARAYAN


આ જીવ બધાય સારા છે, પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય.............
અંતર્યામી આગળ મનને ચોરે તે મૂરખ કહેવાય. સત્પુરુષને સેવવા તેનો અર્થ કર્યો જે, હાથ જોડવા ને અનુવૃત્તિ ને મહિમા સમજવો તેને કાંઈ કસર રહે નહિ.................
સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વ સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે ને જેટલું મોટાના સમાગમમાં રહેવાય તેટલો તેને સંસ્કાર તથા અનુગ્રહ સમજવો ને જેણે જેટલી નિષ્ઠા પ્રવર્તાવી તેટલી તેની મોટાઈ સમજવી...........
પૂર્વનો સંસ્કાર હોય પણ ઊતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય ને સો જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય...........
--------------------------------
અક્ષર વાતો-૫/૩૫-૩૯
શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ-૧માં કહે છે તેમ- એક ભગવાનમાં અખંડ વૃતિ રાખવી તેનાથી મોટું કાર્ય ...અઘરું કાર્ય બીજું કોઈ નથી.....પણ આ અશક્ય નથી.....ભગતજી મહારાજે -અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અનુવૃતી સમજી....પોતાના દેહ ના ચૂરેચૂરા કરી -સ્વામીને રાજી કરી લીધા અને ભગવાનની અખંડ મૂર્તિ માંગી લીધી...!!! સ્વામી ના નિત્ય માર્ગદર્શન....હોંકારા....સર્વોપરી વાતો થી ભગતજી મહારાજ બ્રહ્મરૂપ થઇ ગયા..........અને ગુણાતીત એ જ મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ જ સર્વોપરી..પૂર્ણ પુરુષોત્તમ - એ નિષ્ઠા દ્રઢ થઇ ગઈ..........!!!
આમ, જેમ બને તેમ મોટા પુરુષ ના રાજીપા માં રહેવું.....તેમની અનુવૃતી સમજવી....મનની ગાંઠો મૂકી દેવી.....નિષ્કપટ થવું.......શ્રીજી નો રાજીપો સમજવો અને એમની મૂર્તિ ને બ્રહ્મભાવે અખંડ અંતરમાં ધારવી......નિરંતર અભ્યાસ કરવો....
આખરે બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમ ની ભક્તિ કરવી એ જ આપણો ધ્યેય...!!!

Jai Swaminarayan

                                  JAI SWAMINARAYAN

સંવત ૧૯૨૧ના જેઠ સુદ ૧૧ ભીમ અગિયારસને સોમવારે બપોર નમતે કોઠારમાં હરિશંકરભાઈને વાત કરી જે, આજ સવારની સભામાં બહુ સારી વાર્તા થઈ. તે શાથી જે, ભગવાન આવ્યા હતા, ને હમણાં કોઈને સમજાતું નહિ હોય તો આગળ સમજાશે. ને ઈંતડી આંચળે રહે છે તો પણ લોહી પામે છે ને વાછડું છેટું રહે છે તો પણ દૂધ પામે છે...........
મારે તો જીવને ભગવાન વિના બીજે જોડવા નથી ને તમને પ્રવૃત્તિમાંથી છોડાવીને સુખે ભજન કરાવીશ, એ વગેરે ઘણી તરેહની વાતો કરી........ આ તો દિશમાત્ર લખી છે.........
હરિશંકરભાઈએ પૂછ્યું જે, તમે તો અંતરજામી છો તેથી તમારી આગળ પ્રાર્થના કરવી ઘટતી નથી. ...........
ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, અંતરજામી આગળ પણ પૂછવાનું હોય તે પૂછવું......... ને કહ્યું કે તમારે આંહીં પણ ભગવાનના ધામના જેવું સુખ માનવું...... ને તમારે પૂર્વનો સંસ્કાર બળિયો છે માટે ભજન કર્યા કરવું ને વરતાલમાં બધાં માણસ મારામાં તણાઈ ગયાં...... ને કેટલાકે ધોતિયાં ઓઢાડ્યાં ને હું તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો, એમ પોતાના સામર્થ્યની વાત કરી.............
-------------------------
અક્ષર વચનો- ૫/૩૩-૩૪
સત્પુરુષની તો એક જ નિશાની.......જીવને પ્રગટ ભગવાન નું સુખ આપી.....એમાં જોડે.....પોતાના સંગે અક્ષરરૂપ કરે અને પુરુષોત્તમ ની પ્રાપ્તિ કરાવે..........હરિશંકરભાઈ સાથે નો આ સંવાદ ..તેનો એક એક શબ્દ એ વાત નો દ્યોતક છે.....
સત્પુરુષ ઓળખાણા એટલે અડધી લડાઈ જીતી ગયા એમ સમજવું...!
જય સ્વામીનારાયણ.........સર્વને સુપ્રભાતમ.....

Jai Swaminarayan

                                    JAI SWAMINARAYAN

ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ?
"શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”

Jai Swaminarayan

                                  JAI SWAMINARAYAN

પ્રમુખ ચરીતમ
--------------------
૧૯૬૫માં શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ પધારે તે માટે આમંત્રણ આપવા પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્લેનમાં મુંબઈથી દિલ્હી જવાનું થયું. મારે માટે પ્રથમ વખત પ્લેનમાં બેસવાનો અવસર હતો. પ્લેનમાંથી નીચે કેવું દેખાય તે જોવાની સહજ જિજ્ઞાસાથી હું બારીમાંથી જોવા પ્રયત્ન કરતો હતો. સ્વામીશ્રી બારીથી પહેલી સીટમાં જ બિરાજ્યા હતા. તેઓ ઊભા થઈ ગયા ને મને બારી નજીકની સીટમાં બેસવા કહ્યું. અન્યની ઇચ્છા તરત જ સમજી મદદરૂપ થવાની ભાવના જોઈ મને સદ્‌ભાવ વધ્યો.............
૧૯૭૭માં પરદેશની ધર્મયાત્રા કરી સ્વામીશ્રી અટલાદરા પ્રથમવાર પધાર્યા હતા. સભા મંડપમાં મોટા મોટા હરિભક્તો ને અન્ય મહાનુભાવો સ્વામીશ્રી સમક્ષ બેઠા હતા. સ્વામીશ્રીનાં આશીર્વચનો શરૂ થઈ ગયા હતાં. એવામાં મેલાં ઘેલાં કપડાં પહેરી મહીજી નામનો તદ્દન સામાન્ય દેખાતો હરિભક્ત સભામાં સ્વામીશ્રી સામે આવી ઊભો. સભામાં વિક્ષેપ પડતો જોઈ મને મહીજી ઉપર કંટાળો આવ્યો. પરંતુ સ્વામીશ્રી જરાપણ વિચલિત થયા નહીં. જરાપણ અણગમો રાખ્યા સિવાય ચાલુ વાતોનો દોર બંધ કરી મહીજી સામું જોઈ ખૂબ વ્હાલથી ધીરેથી બોલ્યા, 'કેમ મહીજી! આવ્યો ?!' આવી પરિસ્થિતિમાં તદ્દન સામાન્ય હરિભક્ત સાથે આવું સહજ વર્તન ખરેખર ઘણું કઠણ છે !..........એમને દરેકને માટે આવી એક સમદૃષ્ટિ છે.......
સ્વામીજીના જીવનમાં નિર્માનીપણું જોવામાં આવે છે. મેં ક્યારેય એમનામાં અહંકાર જોયો નથી કે આટલાં બધા માણસો એમને માને છે. અને આવી રીતે ઠેર ઠેર આવાં સન્માન થાય છે છતાં પોતે હંમેશાં દાસભાવે વર્તે છે. અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે 'હું ટળે હરિ ઢૂંકડા.' અર્થાત્‌ જેનો અહંભાવ ટળી ગયો છે એની પાસે ભગવાન અખંડ છે. એટલે એ રીતે મુક્તાનંદ સ્વામીના વચનના આધારે એમની પાસે ભગવાન છે એવી પ્રતીતિ થાય છે.........
------------------------
પૂજ્ય ડોક્ટર સ્વામી ( સાધુ સ્વયંપ્રકાશ દાસ)

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN

પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહ્યું નથી તો પણ આ સભાનાં દર્શન કરે તો તેનાં પાપ ટળી જાય; કેમ જે, આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે......................
પુરુષોત્તમ ભેળા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી........... ને આ સભામાં કહીએ તો મનાય નહિ. માટે મોઢે કહેવાની રીત નથી ને તેના ભક્તના કહેવાથી નિશ્ચય થાય છે.................
------------------------
અક્ષર વાતો- ૫/૩૧-૩૨
બસ આટલું જ સમજવાનું છે..........જ્યાં સત્પુરુષ છે....ત્યાં જ શ્રીજી છે......!!
ગઢડા પ્રથમ-૭૧-મુજબ- શ્રીજી એમની સાથે જ એમના ધામ-અક્ષરધામ, મુકતો અને પાર્ષદો સહીત જ પધારે છે.......જરૂર છે - એ બ્રહ્મસત્ય ને સમજવાની.....ઓળખવાની......દ્રઢ કરવાની.....
સુપ્રભાતમ........સર્વને જય સ્વામીનારાયણ.......

Jai Swaminarayan

                                 JAI SWAMINARAYAN


પ્રમુખ ચરીતમ
-----------------
૧૯૬૯ની સાલમાં ભાદરા મંદિરની પ્રતિષ્ઠાનું કામકાજ ચાલતું હતું. યોગીબાપા પ્રતિષ્ઠા પહેલાં ઘણો સમય ભાદરા રહેલા અને યુવકો-સંતોની સેવા ઉપર દેખરેખ, માર્ગદર્શન આપતા. કથાવાર્તા કરીને બળ આપતા. એ સમયે સ્વામીશ્રી(પ્રમુખસ્વામી મહારાજ)ને તો ઘડીની નવરાશ રહેતી નહીં. રાતના પણ મોડે સુધી સેવામાં હોય. પાણીની પાઇપ નાખવાનું કામ ચાલતું ત્યારે મેં એમને થાક્યા પાક્યા રેતીના ઢગલા ઉપર કાંઈ પણ પાથર્યા વિના સૂતેલા જોયા છે! સંસ્થાના પ્રમુખ, સંપ્રદાયના વડીલ સંત અને સેવકો એક કહેતાં પાંચ મળે એવી સ્થિતિમાં પણ એમણે ક્યારેય ગુરુભક્તિ માટે કે ઠાકોરજીની ભક્તિ માટે દેહને ગણકાર્યો નથી............
યોગીજી મહારાજના ધામગમન પછી એમના સ્થાને ગુરુપદે આવેલા પ્રમુખસ્વામી મહારાજ પહેલીવાર ગોંડલ પધાર્યા હતા. ત્યાં પારાયણ હતી. સ્વામીશ્રી માટે પાટ પર આસન બનાવ્યું હતું. હું બાજુમાં ઊભો હતો. સ્વામીશ્રી આવીને પાટ પાસે ઊભા રહ્યા. પછી ખૂબ નમ્રતાથી મને પૂછ્યું: 'હું બેસું?' સાવ નાનો પ્રશ્ન હતો. પણ પ્રશ્નમાં જે નમ્રતા હતી તે બહુ મહાન હતી. મેં કહ્યું: 'બિરાજો! આપના માટે જ છે. આસન પણ આપનું જ છે. ને અમેય આપના જ છીએ.' ત્યારે જરા સંકોચાઈ ગયા. એમની એ માનશૂન્યતા મને દિવ્ય લાગી. હું એમને નમી પડ્યો.............
----------------------------
સાધુ બાલમુકુન્દદાસ

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN


સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”
।। વચનામૃત ગઢડા પ્રથમ ૩ ।। ૩ ।।

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN


શું ભગવાન છે?
જીવનના કપરા સંજોગોમાં માણસ શ્રદ્ધા ખોઈ બેસે છે. એવા જ સંજોગોમાં ફસાયેલા એક ઉચ્ચ ડિગ્રીધારી વ્યક્તિનો સ્વામીશ્રી ઉપર પત્ર હતો. પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતી એ વ્યક્તિએ સ્વામીશ્રીને પોતાનો પ્રશ્ન રજૂ કરતાં લખ્યું હતું, 'મારા એક નિકટના સગાની તબિયત ખૂબ જ ગંભીર છે. આ સગા ધર્મ, ધ્યાન, સેવા, ભક્તિ બધું જ સારી રીતે કરે છે. સંસ્કાર પણ સારા છે, પરંતુ એની આવી તબિયત જોતાં મારા મનમાં એમ થાય છે કે કોઈ ઈશ્વરી તત્ત્વ છે કે નહીં ? દુનિયા બનાવનાર ઈશ્વર છે કે માયાવી તત્ત્વ ? આવા સંજોગોમાં જીવવું પણ ગમતું નથી.'
સ્વામીશ્રીએ તેઓના આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું, 'દરેક દરેક વ્યક્તિ પૂર્વના સંસ્કાર લઈને જ જન્મે છે. સુખ-દુઃખ આવે છે તે શરીરના ભાવ છે, એટલે તેમ થાય છે. તેમાં ભગવાન તો જેવાં જેનાં કર્મ તેવું તેને ફળ આપે છે, ભગવાન જેવું તત્ત્વ છે જ અને તેમનું અસ્તિત્વ છે, તો જ આપણું છે. આ વિષય અંગે આપ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, ગીતા વગેરે વાંચન કરશો. જ્ઞાની પુરુષ જે એવા સાચા સંત મળે તો આ વાત વિશેષ રીતે સમજાય છે.'

Jai Swaminarayan

                            JAI SWAMINARAYAN


વાત્સલ્યનો જાદુ
એક માથાભારે યુવાન. પિતાનો બિઝનેસ ધીકતો હતો. કરોડો રૂપિયાની કમાણી હતી, પરંતુ આ બધાં જ અપલક્ષણે પૂરો હતો. સત્સંગનો યોગ ન હતો. એમાં એનો નાનો ભાઈ ડિગ્રી લઈને પાછો ઘરે આવ્યો, ત્યારે પિતાએ એની ડિગ્રીને અનુરૂપ ધંધો શોધીને મોટી રકમનું રોકાણ કર્યું. જો કે નાનો ભાઈ પણ આડી લતે ચડી જતાં ધંધામાં ધ્યાન આપી ન શક્યો અને મોટી ખોટ કરી. આ દરમ્યાન સત્સંગ થતાં મોટા ભાઈનું જીવન પલટાઈ ગયું. મોટા ભાઈ તરીકે એણે નાના ભાઈને સુધારવાનો પ્રયત્ïન કર્યો. પરંતુ એને લીધે ઘરમાં પિતા સાથે ઝઘડો થયો અને પહેરેલે કપડે મોટા પુત્રને ઘર બહાર કાઢી મૂક્યો. ચોખ્ખો અન્યાય હતો. આથી તેને મનમાં માતા-પિતા પ્રત્યે સતત દ્વેષ અને નફરત રહેતી હતી. ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં ધિક્કારની લાગણી સતત પજવતી હતી. મોંમાં કોળિયો પણ જઈ શકતો ન હતો. નિરંતર માતા-પિતાને ધિક્કારના જ વિચારો મનમાં આવતા હતા.
પરંતુ સ્વામીશ્રી પાસે આવતાં જ એ યુવાન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. સ્વામીશ્રીએ એક શબ્દ પણ કહ્યો નહીં. સાંભળી લીધું અને વાત્સલ્યપૂર્વક માથે હાથ ફેરવ્યો. આ દિવ્ય વાત્સલ્યથી જાણે કે ચમત્કાર થઈ ગયો! એ યુવાનને મનમાં ઉદ્‌ભવતા દ્વેષ અને ધિક્કારનાં ઘોડાપુર જાણે શમી ગયાં અને એકદમ શાંતિનો અનુભવ થઈ ગયો. સ્વામીશ્રીના અમીસ્પર્શનો આ પ્રતાપ હતો.
મહાપુરુષના મૌનમાં કે એમનાં સ્પર્શમાં પણ કેવી દિવ્યતા ભરી હોય છે !

Jai Swaminarayan

                               JAI SWAMINARAYAN


કેટલીક વસ્તુ દેખાતી હોઇ,પણ વાસ્તવમાં તે ન હોય,જેમકે.......
1-પાણીના ગ્લાસમાં રાખેલી પેન્સિલ વાંકી લાગે પણ છે નહીં.....
2-સૂયૅ અને ચંદ્ર આપણી સગી આંખે કેવડાં લાગે છે??? હકીકતમાં અેવડાં છે ???
3-બાજુની ટ્રેન ચાલે ને આપણને લાગે કે....આપણી ટ્રેન ચાલું થઈ....
આવું કેટલુંય અનુભવાય છે......આપણી આંખ જે જુવે છે,તેના કરતાં હકીકત કાંઈક જુદી જ હોય છે .
બસ.....ભગવાન અને સંતને વિશે કાંઈક આવું જ છે.
ओम श्री सत्पुरुषाय नमः ||
ओम श्री दिव्य पुरुषाय नमः ||

Jai Swaminarayan

                            JAI SWAMINARAYAN

                                    :::PRAMUKH CHARITAM:::

પ્રમુખ ચરિતમ
--------------
૧૯૬૭માં ગોંડલમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઊજવાયો ત્યાર પછીની આ ઘટના છે. અમૃત મહોત્સવ પછી યોગીજી મહારાજ સારંગપુર બિરાજતા હતા. સ્વામીશ્રી અને અમારે ગોંડલથી સારંગપુર જવાનું હતું. સ્વામીશ્રીની સાથે મુંબઈના ૫ સંતો તથા અમૃત મહોત્સવમાં નવદીક્ષિત બે સંતો હતા. સમૈયાનો તમામ હિસાબ તથા અન્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે પૂરી કરીને, સાંજે ૫ વાગે જીપગાડીમાં સારંગપુર જવા તૈયાર થયા.
નવદીક્ષિત તથા મુંબઈના સંતો સ્વામીશ્રીને કહે : 'અમને તમારી સાથે ફરવાનો લાભ મળે. અમે ભેગા આવીએ ?' સ્વામીશ્રી કહે : 'તમે કાલે ટ્રેનમાં આવજો. ગાડી નાની છે. ગિરદી થશે. તમને ફાવશે નહીં.'
'ના, ના, ફાવશે, અમારે તમારો લાભ લેવો છે.'
સ્વામીશ્રી કહે : 'ચાલો, આવવું હોય તો પોટલાં મૂકો. યોગી બાપા પાસે પહોંચતાં મોડું ન થાય. રાત્રે દર્શન થઈ જાય.' એક જૂની ખખડધજ જીપમાં પાછળ ૬ સંતો, સાથે દરબાર હકાભાઈ, આગળ ડ્રાઇવર સાથે હું, પ્રગટ ભગત તથા સ્વામીશ્રી બેઠા. સાંજે ૫-૩૦ વાગે નીકળ્યા. અંધારું થતાં ગાડી ઢસા થઈને પાટણાવાળા રસ્તે કાળુભાર નદીના કાંઠે આવી. આગળ ઉપર કમોસમનો વરસાદ પડ્યો હતો. અહીં વાદળાં ઘેરાયાં હતાં અને ઝીણાં ઝીણાં છાંટે વગર નોતરે વરસાદ શરૂ થયો! થોડીવાર ગાડી થંભાવી. બધા જ ગાડીમાં સૂનમૂન બેઠા હતા. દરબાર એમની લાક્ષણિક શૈલીમાં પાછળથી બોલ્યા, 'આ આટલા બધા પાછળ હલોહલ ભર્યા છે. મંઈ હાંહ (શ્વાસ) નથી લેવાતો. હવે શું કરશું ?'
સ્વામીશ્રી શાંતિથી એક વાક્ય બોલ્યા : 'થોડીવાર ઊભા રહીએ. હમણાં પાણી ઊતરી જશે.'
દરબાર સૌને કહે : 'ચાલો, હેઠા ઊતરો, હાહ લેવાય.' પણ અંધારે અને વરસાદમાં જાય ક્યાં, તોય થોડા ઊતર્યા. વરસાદ વધ્યો, અંધારું ઘટ્ટ થવા લાગ્યું.
સ્વામીશ્રી કહે : 'આપણે નાહી લઈએ, એવો વિચાર થાય છે.' ગઢડાથી ૧૦-૧૨ કિ.મિ. દૂર જ હતા. તેથી મેં કહ્યું : 'સ્વામી ! ગઢડા જઈને નવાશે. અહીં ક્યાં જશો ?'
'ના, ના, લાવને લોટો, નદીમાં નાહી લેશું.' સ્વામીશ્રીએ કહ્યું. નીચે ઊતરી, વસ્ત્ર બદલી, નદીમાંથી લોટો ભરીને ઉપડ્યા, દૂર બહિર્ભૂમિ જઈ આવ્યા. પછી નદી કાંઠે નાહવા બેઠા. એક માણસ ટૉર્ચનાં અજવાળે આવતો'તો. સ્વામીશ્રીએ તેને ના'તાં ના'તાં બોલાવ્યો, 'ભઈ, અમારે ગઢડા જવું છે; કેટલો વરસાદ પડ્યો છે ? આ કાળુભાર ઊતરશે ?'
'અરે સ્વામી, આ તો સવારેય નોં ઊતરે. આ તો ધોધમાર પડેલો વરસાદ છે. બધે જ ખાબક્યો છે. પાછા વળવું પડશે.' પેલો એક શ્વાસે બોલી ગયો.
સ્વામીશ્રી કહે : 'પાછા વળીને ક્યાં જઈએ ? અમારે તો ગઢડા થઈ સારંગપુર જવું છે.'
તે કહે : 'તો સ્વામી, પાછા વળીને ભાવનગરવાળા રસ્તે વલ્લભીપુર થઈ, બરવાળા થઈને જાવ.' સ્વામીશ્રી કંઈક વિચારી રહ્યા. વરસતા વરસાદમાં કીચડવાળા નદી કિનારે નાહીને ધોતિયું બદલીને ગાડી પાસે આવ્યા. ત્યાં દરબારને અકળાતા જોઈને સ્વામીશ્રી સ્મિત કરતા રહ્યા. ગાતરિયું ઓઢતાં કહે : 'પેલાએ કહ્યું એ રસ્તે જઈએ. આપણે પહોંચવું જ છે ને ! એ તો આવું થાય ત્યારે જ લાભની ખબર પડે.'
સૌ યથાવત્‌ ગોઠવાયા. બધા જ થોડાઘણાં તો ભીંજાયા જ હતા. ગાડી ભાવનગરને રસ્તે પડી. રાત્રિના સાડા નવ વાગ્યા હશે. એવામાં દરબારે મિત્રભાવે કથા શરૂ કરી. ઢસા છોડી ભાવનગરના રસ્તે ચઢ્યા, ત્યાં વરસાદનું જોર ખૂબ વધ્યું. બરવાળા પહોંચતાં રાત્રે દોઢ વાગ્યો. ત્યાંથી મેટલ રસ્તે સારંગપુર ૧૫ કિ.મિ. થાય. કાચા રસ્તે ગાડી ઉતારી. થોડીવારે ડ્રાઇવર નીચે ઊતર્યો.
સ્વામીશ્રી કહે : 'શું કામ ઊતર્યો ? જવા દે, જલદી પહોંચી જવાય! વરસાદ થોડો બંધ રહ્યો છે. બેસી જા. કોરો રસ્તો મળે.' તેણે ફરી ગાડી સંભાળી. રાત્રે સારંગપુર પાસે ખાંભડા ગામના પાદરમાં વોંકળાનું પાણી ઠરીને ઠામ થયેલું, પણ ઘૂંટણભર પાણી હતું. ડ્રાઇવર ગાડી નાખતાં સંકોચાતો હતો.
સ્વામીશ્રી કહે : 'કંઈ નથી થવાનું.' પેલાએ વિશ્વાસથી અને રાત્રી વીતતી જતી હતી, તેથી કંટાળામાં જીપ વોંકળામાં નાખી. તે થોડે પહોંચી અને બંધ પડી ગઈ.
સ્વામીશ્રી કહે : 'શું થયું ? કેમ બંધ પડી ? જો તો ખરો, ખાડામાં ફસાઈ નથી ને !' ડ્રાઇવર બહાર નીકળ્યો. બીજી તરફથી સ્વામીશ્રી ઊતર્યા. જોયું તો પેટ્રોલ ખલાસ.
તે કહે : 'સ્વામી ! પેટ્રોલ થઈ રહ્યું !'
દરબાર અકળાઈ ઊઠ્યા : 'અડધી રાત્રે હલવાયા ! હવે પડ્યા રહો, રાત્રે કોને બોલાવશો?'
સ્વામીશ્રી કહે : 'દરબાર ! કેમ કરશું ?' તેમણે કહ્યું: 'બાપજી, તમો જાણો.'
સ્વામીશ્રી કહે : 'દરબાર! તમે બેસી રહો, સામાન સાચવો, અમો ચાલવા માંડીએ.' એમ કહેતાં સ્વામીશ્રી તો પાણીમાંથી નીકળી સામે કાંઠે પહોંચી ગયા. બધાને બૂમ પાડીને બોલાવી લીધા. મુંબઈના લાભ લેવાવાળા પ્રેમી સંતો પણ પાણી ડહોળીને નીકળ્યા.
સ્વામીશ્રી કહે : 'આપણે ચાલતા જઈને ટ્રૅકટર મોકલીએ...' પણ રસ્તો કાચો અને ધોવાયેલો. કોણ આગળ ચાલે છે તે દેખાય નહીં.
સ્વામીશ્રી કહે : 'બધા મારી પાછળ આવો. દેવ, પ્રગટ, તમો છેલ્લે પાછળ ચાલો.' રાત્રે બે-અઢી વાગે 'નગરયાત્રા' ઊપડી. અડધે રસ્તે જતાં, રસ્તો ન મળતાં, ખેતરાઉ રસ્તો સ્વામીશ્રીએ લીધો. પણ એ જમીન ખેડેલી તેથી પગ તો ફગી જાય ને ક્યાંક બે-બે વેંત અંદર જમીનમાં ઊતરી જાય!
મુંબઈના સંતો કહે : 'આ કયા રસ્તે જઈએ છીએ ?'
સ્વામીશ્રી આગળથી બોલ્યા : 'તમો બધા લાભ લેવા ભેગા આવ્યા છો ને ? આ લાભ સાચો ! બાપાનાં દર્શન કાંઈ એમનેમ થાય છે? હમણાં સારંગપુર પહોંચાશે. ધીરે ધીરે આવો. જો કોઈ પડતા નહિ.' ત્યાં એક નવદીક્ષિત સંત બોલ્યા, 'અરે સ્વામી ! આવી દશા થવાની હોત તો હું કાલે જ આવત!'
સ્વામીશ્રી ખૂબ જ સ્વસ્થતાથી કહેતા હતા : 'આમાં શું ? આ તો સરસ છે! જો હમણાં સારંગપુર આવી જશે. રસ્તો દેખાય છે ને! એકબીજાના હાથ ઝાલીને ચાલજો.' સવારે લગભગ સાડા ત્રણ વાગે સારંગપુર મંદિરનો દરવાજો સ્વામીએ ખટખટાવ્યો, 'જીવા, ચાલ ખોલ્ય દરવાજો.' ફાનસ લઈને દરવાનજીએ દરવાજો ખોલ્યો. અડધી ઊંઘતી આંખે પણ દરવાનજીએ સ્વામીશ્રીને જોયા અને બોલ્યો, 'અરે, નારાયણ સ્વામી! અત્યારે ક્યાંથી ? આ ગારાવાળા પગે!' તે વખતે લાઇટ નહોતી, તેથી સ્વામીશ્રી મંદિરમાંય સભામંડપના દરવાજાની તિરાડમાંથી પડતા ફાનસની તેજ લકીરનાં આધારે પગથિયાં સુધી પહોંચ્યા. ઉપર અગાશીની પાળી(ઝેર્ય) આગળથી સંત સ્વામી બોલ્યા, 'નારાયણદા' આવ્યા! પલળતા આવ્યા!' તેમણે બીજો દરવાજો ખોલ્યો. સભામંડપનાં પગથિયાં વટાવ્યાં.
સ્વામીશ્રી કહે : 'જાવ, બધા નાહી લ્યો. આપણેય નાહી લઈએ.' પછી ઉતારાને ઓરડે આવતાં જ જોયું તો યોગીબાપા ફાનસનાં અજવાળે મંગળ પ્રવચન કરતા'તા. સ્વામીશ્રી અને અમો બધા પ્રવેશ્યા. ત્યાં યોગીબાપા જોઈ ગયા, 'કોણ આવ્યું...? અહોહો, આ તો સ્વામી આવ્યા! જાવ લ્યો, દર્શન થઈ ગયાં. નાહી લ્યો. આખી રાત તમારી વાટ જોઈ. કંઈ તકલીફ નથી પડીને ?' તરત જ સ્વામીશ્રી બોલ્યા : 'ના, ના, બાપા. કોઈ તકલીફ નથી પડી!' સ્વામીશ્રીના મુખ પર તકલીફોનો કોઈ અણસાર સુદ્ધાં ન હતો.
ગુણાતીતની ગુણાતીત સ્થિતિ આવી જ હોય ને! 
-------------------
સાધુ દેવચરણ દાસ

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN

                         ::::::::: PRAMUKH CHARITAM:::::::::


પ્રમુખ ચરિતમ
-------------------------
સ્વામીશ્રીએ ૧૯૭૭-૭૮ની વિદેશયાત્રામાં એટલો ભીડો વેઠ્યો હતો કે જે શરીરને માથું દુઃખવું એટલે શું તેની જાણ નહોતી, ત્યાં મોટી માંદગીના હુમલા શરૂ થઈ ગયા.
સ્વામીશ્રીની એ પ્રથમ મોટી બીમારી મુંબઈથી શરૂ થઈ હતી. સારંગપુર અઢી માસ આરામ કર્યા બાદ સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા. હજુ અશક્તિ ઘણી વર્તાતી હતી. શ્રીહરિ સ્વામીએ સ્વામીશ્રીને સહજ મિત્રભાવે કહ્યું : 'સ્વામી ! આપની બીમારી અમને આપી ન દેવાય ? આપ બીમારી ટ્રાન્સફર કરી દો...'
સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : 'મહારાજની ઇચ્છાથી જે થયું તે સારું થયું છે. નહીં તો (વિદેશથી આગમન થયું તે નિમિત્તે) ગામોગામ નગરયાત્રા થાત, ને બેન્ડ વાજાં લાવત, ને આપણે 'ના' ન કહી શકત. (લોકોનો પ્રેમ હોય તેથી દુભવી ન શકાય)' એમ કહીને બોલ્યા : 'આ તો સહેજે (સન્માન) ટળ્યું!'
સ્વામીશ્રીના ઉદ્‌ગારોમાં સન્માનો ન થયાં તે પાછળની 'હાશ' વર્તાતી હતી, તે જોઈ અપાર આશ્ચર્ય થયું. આદર-સત્કાર અને માન-સન્માનને નિવારવા જાણે સ્વેચ્છાએ જ માંદગી ગ્રહણ ન કરી હોય ! તેવો ભાવ જણાઈ આવતો હતો.
૧૯૮૦માં લંડન સત્સંગમંડળે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં એક સુંદર વન-મહોત્સવ થાય તેવું આયોજન કર્યું હતું. આ માટે સૌએ Epping forestમાં સભા ગોઠવી હતી. ખૂબ મોટી સંખ્યામાં સૌ પધાર્યા હતા.
સ્વામીશ્રી પધરામણી કરીને અહીં પધારવાના હતા. તેથી અમે સંતોએ સભા ચાલુ કરી દીધી. પરંતુ સમય પસાર થતો રહ્યો. સ્વામીશ્રીના હજુ કોઈ સમાચાર ન હતા. સ્વામીશ્રી હજુ કેમ ન આવ્યા?
સૌ અટકળો કરી રહ્યા હતા. કેટલાક આકુળવ્યાકુળ થતા હતા. સેંકડો હરિભક્તોનો સમુદાય તથા બી.બી.સી.ના રિપોર્ટરો સ્વામીશ્રીની પ્રતીક્ષા કરીને થાક્યા હતા. ઘણો જ સમય વ્યતીત થઈ ગયો તેથી બી.બી.સી.ના રિપોર્ટરોની ધીરજ ખૂટી ને તેઓ ચાલ્યા પણ ગયા.
આખરે, ઇંગ્લૅન્ડના એપિંગ ફોરેસ્ટમાં યોજાયેલા સત્સંગીઓના એ વન મહોત્સવમાં ઘણું મોડેથી સ્વામીશ્રી પધાર્યા ખરા, પણ તરત જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. એક વૃક્ષ નીચે બાંધેલા હિંડોળા પર સ્વામીશ્રી બિરાજ્યા. એવામાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. સભા વિખરાઈ ગઈ. બધા જ સત્સંગીઓનો પર્યટન કરવાનો ઉત્સાહ ભાંગી પડ્યો. સૌને લાગ્યું કે આખી સવાર સ્વામીશ્રીનો લાભ મળે તેમ હતું, પરંતુ કેટલાક મોવડીઓ સ્વામીશ્રીને પધરામણીએ લઈ ગયા, તેથી બધો જ લાભ ગુમાવ્યો છે.
કેટલાક લોકો આ મોવડીઓ માટે જેમ તેમ બોલવા લાગ્યા કે 'તેમણે ધ્યાન રાખવું જોઈએ. આવો કાર્યક્રમ હોય ત્યારે સ્વામીશ્રીની પધરામણી રખાય જ નહીં... માંડ માંડ બી.બી.સી.વાળા આવેલા, તે પણ જતા રહ્યા... કોઈને સ્વામીશ્રીની પડી નથી...'.
આ વાતો સાંજે સ્વામીશ્રીના કાને આવી. બીજે દિવસે સવારે પ્રાતઃપૂજા બાદ નિત્યસત્સંગ યોજાયો. કથા થઈ રહી ને સ્વામીશ્રીને માઇક ધર્યું. સ્વામીશ્રીએ શરૂઆત જ આવી રીતે કરી : 'પ્રથમ તો એ વાત કરવાની કે ગઈકાલે જે બન્યું તેમાં વાંક મારો જ છે ! અમે જ પધરામણી ગોઠવેલી ને અમારાથી જ બહુ મોડું થયું હતું. એમાં બીજા કોઈનો કોઈ વાંક નથી. માટે મને માફ કરજો...'
સ્વામીશ્રી એટલા ભાવપૂર્વક બોલતા હતા કે હરિભક્તોનાં હૈયાં વીંધાઈ ગયાં. જે આવેશમાં આવીને બોલનારા હતા તેમને અંતર્દૃષ્ટિ થઈ. કેટલાય હરિભક્તોની આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ હતાં. સભામાં સન્નાટો છવાઈ ગયો. અને પધરામણી કરાવનાર એ મોવડીઓને પણ ભૂલ સમજાઈ કે આપણો વાંક સ્વામીશ્રીએ ઓઢી લીધો છે !
હવે ચર્ચાનો વિષય બદલાઈ ગયો. કોનો વાંક ? એ વિષયને બદલે, અન્યનો વાંક પોતાને માથે ઓઢી લેનારા ગુણાતીત સત્પુરુષ બીજે ક્યાં મળે ? આ વિષય સૌની ચર્ચામાં હતો !
સ્વામીશ્રી ૧૯૮૪-૮૫ના સમયમાં ગુજરાતમાં વ્યાપેલાં આંદોલનોથી ખૂબ વ્યથિત હતા. અનામત પ્રશ્ને જાગેલો વિવાદ શમાવવા સ્વામીશ્રી સ્વયં સક્રિય થયા હતા. વિદ્યાર્થી નેતાઓ, તેમના વાલીઓ અને સંબંધિત રાજનેતાઓને સ્વામીશ્રી જાતે મળતા, ભલામણ કરતા...
આ અરસામાં વિદ્યાર્થી નેતા અને વાલીમંડળના મોવડી સાથે સ્વામીશ્રીએ ઘણો સમય વાટાઘાટો ચલાવી. થોડા સરકારી આગેવાનો પણ બેઠા હતા.
એ વખતે એક રાજકીય કાર્યકર બોલ્યા : 'આપે કહ્યું એટલું કરીએ છીએ, પછી ભગવાનની ઇચ્છા !'
સ્વામીશ્રી તરત બોલ્યા : 'ભગવાનની ઇચ્છા છે જ, અને ભગવાન જ તમને કહે છે !'
સ્વામીશ્રી ઉતાવળે પરભાવમાં આવીને બોલી ગયા! જાણે તેમને પોતાના કર્તાપણાનું કોઈ અનુસંધાન જ નહોતું. અદ્‌ભુત હતી એ ક્ષણ! પળભર માટે સૌ સ્તબ્ધ થઈ ગયા. મારા કાનમાં જાણે નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન ગુંજી રહ્યું હતું : સંત બોલે તે ભેળો હું બોલું રે........
-----------------------------
સાધુ આત્મસ્વરૂપ દાસ
તો ચાલો- અખંડ ભગવાનના ધારક સંત સાથે ફૂલદોલ ઉત્સવ સારંગપુર-ના દર્શન કરીએ.......

Jai Swaminarayan

                              JAI SWAMINARAYAN


સંયમ હશે તો તાકાત આવશે
સ્વામીશ્રીના ભોજન દરમ્યાન રોજના ક્રમ પ્રમાણે સંસ્થાના મહેસાણા ખાતેના છાત્રાલયના છાત્રોનો પરિચય અપાઈ રહ્યો હતો. ફાર્મસીમાં ભણતાં એક યુવકનો પરિચય આપતાં વિદ્યારત્ન સ્વામીએ કહ્યું, 'પોતાના ગામની અંદર જ્યારે એ ભણતો ત્યારે એક વખત તો શિક્ષકને પણ મારીને ભાગી ગયેલો.' આ સાંભળીને આશ્ચર્યમિશ્રિત ભાવે સ્વામીશ્રી કહે, 'શિક્ષકને મારીને ભાગી ગયો તો ?!' પેલા યુવકે શરમાતાં શરમાતાં હા પાડી. સ્વામીશ્રીએ કહ્યું, 'આપણે ક્યારેય આવું ન કરવું જોઈએ. જેની પાસે કાંઈ શીખ્યા હોઈએ કે ભણ્યા હોઈએ એને મારવાની વાત હોય જ નહીં. એમનો આદર જ હોય.'
છાત્રોની વાત કરતાં સંતોએ કહ્યું, ''આજે સભામાં આ વિદ્યાર્થીઓએ નાટક સારું ભજવ્યું.''
'આને નાટક કહેવાય ?' સ્વામીશ્રીએ પ્રશ્ન કર્યો.
પછી કહે, 'જે બહાર થાય એ નાટક કહેવાય. ભગવાન સાથેનો સંબંધ તો એ સંવાદ.'
સ્વામીશ્રીની આ અદ્‌ભુત વ્યાખ્યા હતી. 'શ્રીજીમહારાજે જેમ કહ્યું કે બીજા બધા લોકમાં ભેળા થાય, એને મેળા કહેવાય, પણ હરિભક્તો ભેળા થાય એ સમૈયા કહેવાય. એમ અહીં પણ એવું જ છે. આપણે નાટક નથી કરતા. બહાર જે લોકો કરે છે, હરે ફરે છે એને નાટક કહેવાય.'
આટલું કહ્યા પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન કરતાં કહે, 'ગરબામાં પણ નથી જતા ને?'
'ના, નથી જતા.'
સ્વામીશ્રી કહે, 'એ નિયમ પાકો રાખશો તો ફળ તમને જ મળવાનું છે. નિયમ-ધર્મ અને સંયમ જેટલો રાખશો, એટલી તાકાત વધશે.'

Jai Swaminarayan


                             JAI SWAMINARAYAN



સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ, તે સત્સંગ તે શું જે, આત્મા ને પરમાત્મા એ બે જ છે.
When satsang is imbibed, no miseries remain. What is that satsang – it is that only ātmā and Paramatma exist for ever.

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


સ્વામીએ વાત કરી જે, માખીમાંથી સૂર્ય કરવો એટલો દાખડો ભગવાન જેવા હોય તેનાથી થાય, બીજાથી થાય નહિ....................
સત્સંગે કરીને ભગવાન વશ થાય તેવા બીજા કોઈ સાધને થાતા નથી. તે સત્સંગનો અર્થ એ છે જે, ભગવાન ને સંત તેને વિષે જેટલો સદ્‍ભાવ તેટલો સત્સંગ છે, તે થવો દુર્લભ છે.............
---------------------
અક્ષર વચનો-૫/૨૫-૨૬
શરણે આવેલા સાધારણ જીવને બ્રહ્મરૂપ કરવો એટલે કે માખીમાં થી સૂર્ય કરવો....અને એ તો ગુણાતીતની માલિકી નો ગુણ.....કાંતો સ્વયમ શ્રીજી નો ગુણ...........જુઓ- ભગતજી મહારાજનું જીવન ચરિત્ર......એક સામાન્ય-ગૃહસ્થ દરજી ને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના અઢળક રાજીપા એ -બ્રહ્મસ્વરૂપ બનાવી દીધો........! આજે પણ સત્સંગમાં જુઓ......પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે શરણે આવેલા અનેક સાધારણ જીવને મુક્ત ની સ્થિતિ પમાડી છે......૯૫૦ સંતો છે આજે આપણી સંસ્થામાં ..એમનું પૂર્વાશ્રમ પુછજો અને આજની સ્થિતિ પુછજો......સ્થિતિ એટલે કે અધ્યાત્મિક સ્થિતિ......!!! સમજાઈ જાશે કે આજે શ્રીજી ક્યા પ્રગટ છે????
સત્પુરુષ ને રાજી કરીને -જીવને બ્રહ્મસુખ મળે છે ........પ્રગટ પુરુશોત્તમનું સુખ મળે છે....એ બીજા કોઈ સાધને મળતું નથી......અને એ માટે સાચો સત્સંગ કરવો પડે......સત્સંગ જ ભગવાન ના રાજીપા નો માર્ગ.....! માટે સત્સંગ સાચો પકડજો........સત્પુરુષ સાચા પકડજો.....અને સર્વોપરી શ્રીજી સાચા પકડજો..................નહીતર જીવ મોક્ષના માર્ગમાં થી ફંટાઈ જશે............!!!
આપણે સદભાગી છીએ કે આવો સદા નવપલ્લિત સત્સંગ.....ચિરંજીવી ગુણાતીત પરંપરા અને પૂર્ણ પુરુષોત્તમ નું પ્રગટ સુખ મળ્યું છે..........ચાલો તેને ઉજવીએ......તેનો ગુલાલ કરીએ.....બ્રહ્માંડ ને તેના મહિમા ગાન થી રંગી દઈએ...........
સુપ્રભાતમ..........સર્વને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ....... 

Jai Swaminarayan

                                 JAI SWAMINARAYAN


મારા સહજાનંદ સુજાણ, રસિયા વાલમજી,
મનોહર મોહક શ્યામ, રસિયા વાલમજી.....મારા સહજાનંદ
પધારો મારા મંદિર માય, રસિયા વાલમજી,
મન મંદિરિયા ઝળહળ થાય,રસિયા વાલમજી..મારા 
હૂઁ તો ફુલ સમપુલકિત થાઉં, રસિયા વાલમજી..
પણ તમ વિણ મુરઝાઈ જાઉં, રસિયા વાલમજી.....મારા 
તમે નિમખ ના અળગા થાવ, રસિયા વાલમજી
મારે જુગ તુલ્ય પળ એક જાય, રસિયા વાલમજી...મારા 
મારે એક તમારી આશ, રસિયા વાલમજી
બ્રહ્મમોલમાં આપો નિવાસ, રસિયા વાલમજી...મારા 
મારે જગની ના રહી હામ, રસિયા વાલમજી
“વંદના” કહે કરો નિષ્કામ, રસિયા વાલમજી...મારા

Jai Swaminarayan

                         JAI SWAMINARAYAN


...પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં.........
......જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં...........
.....ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું............ માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો.............. અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો.”
--------------------
ઇતિ વચનામૃતમ- કારીયાણી ૯
યોગીબાપા ના અનેક પ્રસંગો છે કે જેમાં યોગીબાપા એ પોતાનું ગુણાતીત પણું દર્શાવતા- ભક્તો ને શીખવાડ્યું કે- મોટા પુરુષ ના સંગ માં આવેલા....જીવમાત્ર નો પણ મહિમા કેવો સમજવો.....અરે....એ ભક્તો ની વસ્તુઓ પણ દંડવત ને પાત્ર છે એ મ સમજતા..અને સમજાવતા......! પુ.મહંત સ્વામી ને એમણે -ગોંડલ જતી બસ ને દંડવત કરવાની આજ્ઞા કરેલી......!!!!
આમ, આ ભક્તિ નો માર્ગ અનેરો છે.....અદ્ભુત છે......અહી તો જે માન મૂકી ને આવે છે એને જ પ્રવેશ મળે છે......વાત વાત માં રિસાઈ જવું.....આંટી પડી જવી...હરિભક્ત ના અવગુણ લેવા.....એ બધું જ શ્રીજી ને સહેજ પણ ગમતું નથી....આથી જ કહે છે કે- સત્સંગી હોય અને જો...ભગવાન ના ભક્ત સાથે જે વૈર બાંધે તો એ પણ - અડધો વિમુખ છે...!!!!
આમ, ભગવાન ના ભક્ત નો મહિમા સમજવો- એટલે કે સ્વયમ શ્રીજી નો મહિમા સમજવો....અને જે એમ સમજે એ જ સત્સંગી..!
ચાલો- આપણે પુરા..સાંગોપાંગ સત્સંગી બનીએ.....! સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરીએ....
શુભ રાત્રી.......સર્વે ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ........સર્વે રાજી રહેજો.......!


Jai Swaminarayan

                         JAI SWAMINARAYAN


ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિમાં જોડાય તો પણ બંધાય તો ખરો. પણ આજ્ઞા પાળ્યેથી પ્રસન્નતા થાય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે, રાજાની આજ્ઞાથી સિપાઈ કૂવામાં સાત વાર ઊતર્યો ને પલળીને આવ્યો તો પણ ગામ આપ્યું..............
-----------------------
અક્ષર વાતો-૫/૨૨
શુભ એકાદશી..........ચાલો દસ ઇન્દ્રિયો અને એક અંતઃકરણ ને - એક શ્રીજી માં જ જોડીએ......તો આજની એકાદશી સાર્થક....!
ભગવાન ની આજ્ઞા માં જ સુખ છે.....એમની આજ્ઞા લોપી ને....એમના રાજીપા ને લોપીને જે કાર્ય થાય એ દુખ દાયક જ હોય.....! જુઓ ભગતજી મહારાજ નું જીવનચરિત્ર.......મૂળ અનાદિ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ એમને પ્રવૃત્તિ માં એવા તે જોડ્યા કે- ભગતજી મહારાજ ના દેહના ચૂરેચૂરા થઇ ગયા.....જેમ સ્વામી ની જીભ વળે તેમ ભગતજી નો દેહ વળે.....! ભગતજી ૨૪ કલાક ના દિવસમાંથી માંડ કલાકેક આરામ કરતા.....અને એ પણ બે દિવસ ના નકોરડા ઉપવાસ..ત્રીજા દિવસે છાસ-રોટલાનું એકટાણું.....! પણ નિષ્ઠા પાકી,,,,,,સત્પુરુષ ની આજ્ઞા નો મહિમા.....તે સતત સાડા ત્રણ વર્ષ સુધી આવી અસ્ખલિત પ્રવૃત્તિ કરી અને સ્વામી ને રાજી કરી દીધા.....! અને અક્ષર સંગાથે અક્ષર થયા...!!!!! થોર ના છોડે કેળા આવ્યા....!!!!! એક આમ ગૃહસ્થ બ્રહ્મરૂપ થઇ ગયો.....!
આમ, ચાલો.....બળ પણ શ્રીજીનું જ માંગીએ......સત્પુરુષ ની સેવા-સમજણ-આજ્ઞા માં રહીએ........અને બ્રહ્મરૂપ થઇ પુરુષોત્તમને પામીએ....!
સુપ્રભાતમ.....સર્વને એકાદશીના જય સ્વામિનારાયણ...

Jai Swaminarayan

                        Jai Swaminarayan


ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી................. તે તો આંહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે...........
...... માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થી પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જ જીવમાં રાખવા.............ને આપણે સાધનને બળે મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે......."
------------------------
અક્ષર વાતો-૫/૨૧
સર્વોપરી સત્સંગ......સર્વોપરી સિધ્ધાંત....સર્વોપરી સત્પુરુષ....અને સર્વોપરી શ્રીજી મળ્યા એટલે જીવ છતે દેહે જ અક્ષરધામ માં બેઠો છે.....!!
એમ મહિમા સહીત જ્ઞાન સમજાય એટલે સમજવું કે કલ્યાણ પાકું...! અક્ષરધામ પાકું...!
જય સ્વામિનારાયણ.......સર્વને સાષ્ટાંગ દંડવત સહીત સુપ્રભાતમ..........

Jai Swaminarayan

                          JAI SWAMINARAYAN


આપણે કોઈને ઝાંખા નથી પાડવા
ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ભદ્રેશ સ્વામીએ ગુરુમહિમા સ્ત્રોતની રચના કરી હતી, તેનું ગાન સ્વામીશ્રી સમક્ષ કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીને વિનંતી કરી કે સારામાં સારું ભાષ્ય રચાય એવા આશીર્વાદ આપો. આ સાંભળીને સ્વામીશ્રીએ સૌ સંતોને ઉદ્દેશીને કહ્યું, 'બધા સંતો પણ તેમને આશીર્વાદ આપો. તેઓ સારામાં સારું ભાષ્ય રચે છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય આ બધાએ ભાષ્ય રચ્યાં, એમ શ્રીજીમહારાજના સિદ્ધાંતનું શાસ્ત્ર પણ એ રચે. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરી રહ્યા છે. માટે આજના ગુરુપૂર્ણિમાના દિવસે સૌ આશીર્વાદ આપો.' આટલું કહીને સ્વામીશ્રી વળી કહે, 'દૃષ્ટિ સારી છે. સારું ભાષ્ય રચાય, એવા આશીર્વાદ છે.'
યજ્ઞેશ્વર સ્વામી કહે, 'અત્યાર સુધી જે જે લોકોએ ભાષ્યો રચ્યાં છે, એ ભાષ્યો ઝાંખાં પડી જાય, એવું ભાષ્ય થાય, એવા આશીર્વાદ આપો.' સ્વામીશ્રી તરત જ કહે, 'આપણે કોઈને ઝાંખા નથી પાડવાના. ભલે એમના ભાષ્યો સારાં જ છે, પણ આના ભાષ્યમાં વિશેષતા સારી રીતે આવે, એવી પ્રાર્થના કરવી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આપણે કોઈનો લીટો નાનો ન કરવો. આપણો લીટો આગળ કરવો. બીજાં બધાં જ ભાષ્ય સારાં છે. પણ મહારાજનો યથાર્થ મહિમા વર્ણવાય, એવાં ભાષ્ય રચાય, એવું થાય એવી પ્રાર્થના આપણે કરવી.'
ભદ્રેશ સ્વામી કહે, 'ઉપનિષદ કે ગીતા કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, ત્યારે વધારે ને વધારે એવું અનુભવાય છે કે શ્રીજીમહારાજે જે સિદ્ધાંતની વાત કરી છે અને શાસ્ત્રીજી મહારાજ જેના માટે વડતાલથી છૂટા થયા ને બ્રહ્મ-પરબ્રહ્મની વાતો કરી, એ બધી જ વાતો શાસ્ત્રમાં એકે એક કંડિકાઓમાં ધરબાયેલી છે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ કહ્યું, 'વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં જે લખ્યું એ પરોક્ષપણે અને શ્રીજીમહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ જે સિદ્ધાંત કહી રહ્યા છે એમાં બ્રહ્મતત્ત્વ સામે જ છે, એટલો ફેર છે.'
સ્વામીશ્રીએ એ ફેર તરફ દૃષ્ટિ કરીને બહુ મોટો સાર સમજાવી દીધો.
                                                                                    (તા. ૧૧-૦૭-૨૦૦૬, મંગળવાર, બોચાસણ.)

Jai Swaminarayan

                             JAI SWAMINARAYAN


સંગ કરવામાં ને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં ઇતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે.

                                                              By-Jai Swaminarayan

Jai Swaminarayan

                              JAI SWAMINARAYAN


મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે તો પણ નથી ટળ્યા જેવું જણાય છે.......... તેનું કારણ એ છે જે તરવાર્ય (તલવાર) માં મરિયાં લાગ્યાં હોય( થોડોક કાટ જેવું) તો સરાણે ( સહેજ ઘસવાથી) ચડાવ્યેથી મટી જાય પણ બહુ કાટ લાગીને માંહી સાર ( કાણા) પડી ગયા હોય તો મટે નહિ. તે ક્યારે મટે?????.................. તો તેને ગાળીને ફરી તરવાર્ય કરે ત્યારે મટે.......
............ તેમ આ જીવમાં વિષયના સાર પડી ગયા છે તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થાશે એટલે ટળી જાશે............
-------------------------------------
અક્ષર વાતો-૫/૧૯
પ્રગટ બ્રહ્મ પુરુષ સાથે અંતર જોડીને જ બ્રહ્મરૂપ થવાય............અને બ્રહ્મરૂપ થયા સિવાય દોષ-વિષય થી સંપૂર્ણ મુક્તિ જ નથી........એટલે જ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ડંકાની ચોટે કહે છે કે....
" આપણે તો એક અક્ષર રૂપ થવું.....અને પુરુષોત્તમ ની ભક્તિ કરવી" એજ ધ્યેય...!!!
.........સર્વ ને જય સ્વામિનારાયણ.........

Jai Swaminarayan

                    JAI  SWAMINARAYAN


આપણે આશરો દ્રઢ રાખવો, ને ભજન કરવું, ને સેવા કરવી. ઍ ત્રણ વાત રાખવી. તો કોઈ દી’ દુ:ખ નહિ આવે.
-હૃદય ની વાતો 
"યોગિગીતા"
બ્રમ્હસ્વરૂપ યોગીજી મહારાજને કોટી કોટી વંદન ..
                                                   bY~જય સ્વામિનારાયણ~

Jai Swaminarayan

                         JAI  SWAMINARAYAN


મૂંઝવણ આવે તો કેમ કરવું ? એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો જે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય.
English Translation: What should one do when in difficulty? This question was asked. The answer, chant 'Swaminarayan, Swaminarayan,' so that the worry is resolved.